મોરબીના ધુળકોટ ગામની સીમમાંથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી તાલુકાના ધુળકોટ ગામ સીમ માંથી એક ઇસમને દેશી હાથ બનાવટી જામગરી બંદુક (હથિયાર) સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસ ટીમે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યા મોરબી તાલુકાના ધુળકોટ ગામની સીમમાંથી એક ઇસમ ગફારભાઇ સુલેમાનભાઇ મોરી (ઉવ-૫૩) રહે. ટાટાનગર બજરંગ હોટેલ ની પાસે ધુળકોટ તા-જી મોરબીવાળો દેશી બનાવટની જામગરી બંદુક સાથે મળી આવતા આર્મ્સ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img