Thursday, March 28, 2024

વાંકાનેરના ઢુવા નજીકથી દેશી મેગ્જીન વાળી પિસ્તોલ સાથે એક ઝડપાયો….

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના શ્રી સંદીપસિંઘ સાહેબ તથા મોરબી પોલીસ અધિક્ષકશ્રી મોરબી એસ. આર. ઓડેદરા સાહેબની સૂચના મુજબ મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર નજીક આવેલ ઢુવા ગામના ઓવરબ્રિજ પાસેથી એક શખ્સને દેશી મેગ્જીન વાળી પિસ્તોલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ ઓવરબ્રિજ પાસે ઉભેલ ગીરીરાજસિંહ ગફલતસિંહ રજપુત (ઉ.વ.30, રહે. અરૂણોદય સોસાયટી, વાંકાનેર)ને પકડી પાડી તલાસી લેતાં આરોપીના પેન્ટના નેફામાંથી દેશી મેગ્જીન વાળી પિસ્તોલ (કિંમત રૂ. 10,000) મળી આવતા આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

આ બનાવમાં આરોપીની પૂછપરછ દરમિયાન મધ્ય પ્રદેશના રાજેશનદા નામનાં શખ્સનું નામ ખુલતા પોલીસ દ્વારા તેની સામે પણ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે….

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પી.આઈ. વી. બી. જાડેજા, પી.એસ.આઈ. એન. બી. ડાભી, હેડ. કો. ઈશ્વરભાઈ કલોતરા, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહિલ, પો. કો. ભગીરથસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, રણવિરસિંહ જાડેજા, AHTU ના હેડ કો. દશરથસિંહ ચાવડા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર