Tuesday, May 30, 2023

વાંકાનેરના ઢુવા ગામે પેટ્રોલ પંપ નજીક ટ્રકચાલકે હડફેટે લેતા રીક્ષાચાલકને ઇજા…

spot_imgspot_imgspot_imgspot_img
spot_img
spot_img

વાંકાનેર તાલુકાના ઢુવા ગામના પેટ્રોલ પંપ નજીક એક ટ્રક ચાલકે હડફેટે લેતા રીક્ષાચાલકને ઇજા પહોંચી હતી. આ અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 30ના રોજ ઢુંવા ગામે એસ્સાર પેટ્રોલ પંપ નજીક ટ્રક રજી નં. RJ 02 GB 0942 હાઇવે રોડ ઉપર રોંગ સાઇડમાં પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી આવી રહેલ રીક્ષા નં. GJ 36 U 6052 ને હડફેટે લેતા ફરીયાદી જિતેનભાઇ ધરમશીભાઇ ચારોલીયાને માથાના ભાગે તથા શરીરે ડાબા હાથે મુંઢ ઇજા તેમજ સાહેદ સંદિપ પુનાભાઇને શરીરે મુંઢ ઇજા થઇ હતી. જે બનાવમાં પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર