ખોવાયેલ/ચોરાયેલ આઠ મોબાઇલ શોધી અરજદારોને પરત કરતી ટંકારા પોલીસ

ટંકારા: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી તથા હ્યુમન સોર્સની મદદથી ૧,૪૩,૪૯૭/- ની કિમતના ૦૮ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને ટંકારા પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા છે.

ટંકારા પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને ટંકારા પોલીસ સ્ટાફે “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી તેમજ હ્યુમન સોર્સની મદદથી જહેમત ઉઠાવી કુલ-૦૮ જેટલા આશરે ૧,૪૩,૪૯૭/- ની કિમતના મોબાઇલો શોધી કાઢી, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર ટંકારા પોલીસે સાર્થક કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img