આગામી વિધાનસભા ચૂંટણી કામગીરીની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપતા કલેકટર જે.બી.પટેલ
મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જે.બી પટેલના અધ્યક્ષસ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની સાથે બેઠકનું આયોજન ગત ગુરૂવારે કલેકટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં કલેક્ટરએ તમામ નોડલ અધિકારીઓને ચૂંટણી કામગીરી અન્વયે અત્યારથી જ તમામ વ્યવસ્થાઓ કરવા તેમણે સૂચના આપી હતી. વધુમાં મતદાન જાગૃતિના કાર્યકમો પણ વિશેષ સંખ્યામાં યોજવા સૂચના આપી હતી. ઉપરાંત ચૂંટ્ણી સંદર્ભે અનુભવી અધિકારીઓને સાથે રાખી તમામ કામગીરીનું સુચારૂ આયોજન થાય તથા યોગ્ય વ્યવસ્થા જળવાઇ રહે તે મુજબ વિગતે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડએ તમામ નોડલ અધિકારીઓને વિભાગવાર કામગીરીની વહેંચણી મુજબ જે તે નોડલ અધિકારીની જવાબદારી હેઠળ આવતી કામગીરી અંગે અત્યારથી વિગતે અભ્યાસ કરી, જાણકારી મેળવી સંલગ્ન તૈયારીઓ કરવા જણાવ્યું હતું.
આગામી વિધાનસભાની ચૂંટણી અન્વયે ખર્ચ મોનિટરિંગ નોડલ ઓફિસર તરીકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મદદનીશ ખર્ચ નોડલ ઓફિસર તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતાબેન મેર, મેન પાવર મેનેજમેન્ટ, ઇવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ તથા કાયદો અને વ્યવસ્થા નોડલ ઓફિસર તરીકે નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, આચારસંહિતા નોડલ ઓફિસર તરીકે એન.એસ. ગઢવી, ટ્રેનિંગ મેનેજમેન્ટ તથા મટીરીયલ મેનેજમેન્ટ નોડલ ઓફિસર તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ વીડજા, બેલેટ પેપર/ડમી બેલેટ/પોસ્ટલ બેલેટ નોડલ ઓફિસર તરીકે જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, મીડિયા નોડલ ઓફિસર તરીકે સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, CCTV & વેબકાસ્ટિંગ નોડલ ઓફિસર તરીકે આઈ.સી.ટી. અધિકારી આર.આર. ગોહિલ, કોમ્પ્યુટરાઈઝેશન તથા C-Vigil નોડલ ઓફિસર તરીકે એલ.ઇ. કોલેજ ના પ્રોફેસર ટી.જી. વસાવા, હેલ્પલાઇન તથા ફરિયાદ નિકાલ નોડલ ઓફિસર તરીકે મામલતદાર એચ.ડી. પરસાણીયા, SMS મોનિટરિંગ અને કોમ્યુનિકેશન પ્લાન નોડલ ઓફિસર તરીકે ડી.ઇ.ઓ. – એન.આઇ.સી. શ્વેતન શાહ, વેલફેર નોડલ ઓફિસર તરીકે જિલ્લા ખેતીવાડી અધિકારી ડો.વિક્રમસિંહ ચૌહાણ, SVEEP નોડલ ઓફિસર તરીકે જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઇ રાણીપા, PwD નોડલ ઓફિસર તરીકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયા, સ્થળાંતરિત મતદારો નોડલ ઓફિસર તરીકે મદદનીશ શ્રમ આયુક્ત મેહુલ હિરાણી, હેલિકોપ્ટર ઉડ્ડ્યન-ઉતરાણ નોડલ ઓફિસર તરીકે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા, કોવિડ-૧૯ નોડલ ઓફિસર તરીકે એપિડેમિક મેડિકલ ઓફિસર ડો.ચેતન વારેવડીયા, ભાષા ટ્રાન્સલેટર તરીકે એલ.ઇ. કોલેજના આસિસ્ટન્ટ લેક્ચરર કે. કે. દુદાણી તથા ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ નોડલ ઓફિસર તરીકે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રાહુલ પ્રજાપતિ વગેરેની નિમણૂક કરવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર જે.બી.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રાહુલ પ્રજાપતિ, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, જિલ્લા ખેતીવાડી અધિકારી ડો.વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઇ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ વીડજા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયા, મદદનીશ શ્રમ આયુક્ત મેહુલ હિરાણી સહિત વિવિધ વિભાગોના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...
અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી એક અત્યંત ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા ઉતરેલા ત્રણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સેફ્ટી સાધનો ન હોવાના કારણે ગૂંગળામણ થતાં બેભાન થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં યોગ્ય સુરક્ષા ઉપકરણોના અભાવે સારવાર દરમિયાન 2 યુવકનું મોત...
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા અતિભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના લીધે રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ખાસ કરીને મુંબઈમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાત (અમદાવાદ અને સૌરાષ્ટ્ર)થી મુંબઈ તરફ જતી શતાબ્દી, હમસફર અને સૌરાષ્ટ્ર મેઈલ જેવી મહત્વની ટ્રેનો આજે...