મોરબીમાં કારમાંથી વિદેશી દારૂની 1837 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી – માળિયા હાઈવે પર મોરબી તરફ આવતી આઈ ટ્વેન્ટી કારમાંથી વિદેશી દારૂની ૧૮૩૭ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે મોરબી માળીયા હાઇવે તરફથી આવતી આઈ ટ્વેન્ટી કાર મોરબી તરફ આવતી હોય જેથી કારની વોચ રાખતા બાતમીવાળી કાર મળી આવતા જેની નંબર પ્લેટ રજી. GJ-24-K9678 વાળી હોય પરંતુ ઝીણવટ ભરી રીતે તપાસ કરતા સાચા નંબર RJ-16-CA-4933 વાળા હોય જેથી દારૂની હેરફેર કરવા સારૂ આરોપીએ આઇ.૨૦ કારમાં ખોટી નંબર પ્લેટ લગાડી ખરા તરીકે ઉપયોગ કરેલ હોય તેમજ રેઇડ દરમ્યાન કારમાંથી વિદેશીદારૂ ની બોટલ નંગ- ૧૮૩૭ કી.રૂ.૨,૧૧,૭૪૦ નો મુદામાલ મળી આવેલ હોય તેમજ આઇ.૨૦ કારની કી.રૂ.૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. તેમજ માલ મોકલનાર સુરેશ ઉર્ફે શેરો ઉર્ફે અશોક ખીલેરી બિશ્નોઇ રહે.આંબલી તા.સાંચોર જી.જાલોર રાજસ્થાનવાળો મળી આવેલ ન હોય જેથી પકડાયેલ આરોપી શ્રીરામ બીરબલરામ બિશ્નનોઇ ઉ.વ.૨૧ રહે. કુકા તા.બાગોડા જી.ઝાલોર રાજસ્થાનવાળા વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img