મોરબીમાં ઈંગ્લીશ દારૂની 80 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના વેજીટેબલ રોડ પંચમુખી હનુમાન મંદિરની બાજુમાં આરોપીના રહેણાંક મકાન પાછળથી ઈંગ્લીશ દારૂની ૮૦ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ પંચમુખી હનુમાન મંદિરની બાજુમાં રહેતા આરોપી જુસબભાઈ હબીબભાઈ જામ (ઉ.વ.૪૫) એ પોતાના રહેણાંક મકાન પાછળ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૮૦ કિં રૂ.૨૬૨૨૦ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img