Thursday, April 25, 2024

વિદેશ મંત્રીની મુલાકાત: US NSA એ અને જયશંકરની મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન અને ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે વિશ્વના સૌથી મોટા લોકશાહીઓ વચ્ચે મજબૂત ભાગીદારીની સમીક્ષા કરવા માટે બેઠક કરી હતી. જયશંકરે બેઠક બાદ ટ્વીટ કર્યું હતું કે, “એનએસએ જેક સુલિવનને મળીને ખુશ છું.હિંદ-પેસિફિક અને અફઘાનિસ્તાન સહિતના અનેક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. કોવિડ સામે ઝઝૂમવા માટે યુ.એસ. દ્વારા બતાવવામાં આવેલી એકતાની પ્રશંસા કરી. રસીને લઈને ભારત-અમેરિકાની ભાગીદારી મોટો ફેરફાર લાવી શકે છે.’

બેઠક બાદ સુલિવને ટ્વીટ કર્યું હતું કે, “બંને દેશોના લોકોના સંપર્કો અને મૂલ્યો અમેરિકા-ભારત ભાગીદારીનો પાયો છે અને આ ભાગીદારી આપણને વૈશ્વિક રોગચાળાનો અંત લાવવા, આબોહવાના મુદ્દાનું નેતૃત્વ કરવામાં અને સ્વતંત્ર અને મુક્ત ભારત-પેસિફિકને ટેકો આપવામાં મદદ કરશે. ‘

અમેરિકન સરકાર અને અમેરિકાની જનતાએ ભારતને કોવિડ-19 ના પડકારોનો સામનો કરવા અત્યાર સુધીમાં 50 કરોડ ડોલરથી વધુની મદદ કરી છે. સુલિવને ટ્વીટ કર્યું હતું કે, “અમે વૈશ્વિક રોગચાળાનો એક સાથે અંત લાવીશું.”

વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા એમિલી હોર્ને જણાવ્યું હતું કે બેઠક દરમિયાન સુલિવન અને જયશંકરે તાજેતરના અઠવાડિયાના સહકારને આવકાર્યો હતો, જે હેઠળ યુએસ ફેડરલ સરકાર અને રાજ્ય સરકારો, યુએસ કંપનીઓ અને અમેરિકન નાગરિકોએ ભારતના લોકોને 50 કરોડ ડોલરથી વધુની કોવિડ-19 સબંધિત રાહત આપવામાં મદદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, બંનેએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને સંમતિ આપી હતી કે અમેરિકા અને ભારતે ભારત-પેસિફિક ક્ષેત્રમાં સામાન્ય પડકારોનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે બિડેને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ આ ભારતીય ટોચના નેતાની અમેરિકાની પ્રથમ મુલાકાત છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર