અમદાવાદ: રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈટાલી મુલાકાત દરમિયાન બનેલી ‘મેલોડી’ ટોફીની ઘટનાને લઈને તેમની પર આકરા પ્રહારો કર્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ઓનલાઈન વાયરલ ટ્રેન્ડ “#Melodi” ના સંદર્ભમાં ‘મેલોડી’ ટોફીનું એક ખાસ પેકેટ ભેટમાં આપ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
આ ઘટના પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, “આપણા પર આર્થિક તોફાન આવી રહ્યું છે, છતાં આપણા વડાપ્રધાન ઈટાલીમાં ટોફી વહેંચવામાં વ્યસ્ત છે. આ નેતૃત્વ નહીં, પરંતુ નાટક છે.”
आर्थिक तूफ़ान सर पर है, और हमारे प्रधानमंत्री इटली में टॉफ़ी बाँट रहे हैं!
किसान, युवा, महिलाएँ, मज़दूर और छोटे व्यापारी सब रो रहे हैं – PM हंसकर रील बना रहे हैं, और BJP वाले ताली बजा रहे हैं।
यह नेतृत्व नहीं, नौटंकी है।
— Rahul Gandhi (@RahulGandhi) May 20, 2026
તેમણે વધુમાં ઉમેર્યું કે, દેશના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂરો અને નાના વેપારીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જ્યારે વડાપ્રધાન “હસી રહ્યા છે અને રીલ બનાવી રહ્યા છે” અને ભાજપના નેતાઓ તેના પર તાળીઓ પાડી રહ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
પીએમ મોદી પોતાની ઈટાલી મુલાકાત દરમિયાન ત્યાંના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળ્યા હતા. આ દરમિયાન તેમણે મેલોનીને પ્રખ્યાત ‘મેલોડી’ ટોફીનું એક પેકેટ ભેટમાં આપ્યું હતું.
સોશિયલ મીડિયા પર શેર થયેલા એક હળવાશભર્યા વીડિયોમાં પીએમ મોદી અને મેલોની હસતા-હસતા આ ભેટની આપ-લે કરતા જોવા મળ્યા હતા.
𝐏𝐌 𝐌𝐨𝐝𝐢’𝐬 𝐬𝐞𝐧𝐬𝐞 𝐨𝐟 𝐡𝐮𝐦𝐨𝐮𝐫! 🫡 😎 pic.twitter.com/ohWlRl243R
— BJP (@BJP4India) May 20, 2026
ઇટાલિયન વડાપ્રધાને આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને પીએમ મોદીનો આભાર માનતા લખ્યું, “ભેટ બદલ આભાર.”
![]()
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ‘મેલોડી’ ટોફી જોરદાર ટ્રેન્ડ થવા લાગી, જેના પર હવે ભારતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.




