મોરબી :- ભંગારના ડેલામાંથી ૬ જુગારીઓ ઝડપાયા, મોટી રકમ કબજે

મોરબી એલસીબી દ્વારા સામાકાંઠા વિસ્તારના ભંગારના ડેલામાંથી જુગાર રમતા ૬ ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.

મોરબી એલસીબી ને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે મોરબી-2માં ઇન્દીરાનગર, શેરી નં.-૦૨માં આવેલ ભંગારના ડેલાની ઓરડી ખાતે રેઇડ કરતા ત્યાં જાહેરમાં જુગાર રમતા અમુક ઇસમો મળી આવ્યા હોઈ ત્યારે તેમનું નામઠામ પૂછતા તેઓ આરોપી
(૧) મનીષભાઇ ભાણજીભાઇ પટેલ રહે. નવીપીપળી
(૨) અશોકભાઇ ગાંડુભાઇ પટેલ રહે માનગઢ, તા. હળવદ
(૩) રોહિતભાઇ જયંતિભાઇ પટેલ રહે. નવીપીપળી
(૪) પરેશભાઇ મહાદેવભાઇ પટેલ રહે. નવીપીપળી
(૫) દિનેશભાઇ બાલજીભાઇ પટેલ રહે. નવીપીપળી
(૬) હરસુખભાઇ ગાંડુભાઇ પટેલ રહે નવીપીપળી તા.જી.મોરબી વાળાઓ જુગાર રમતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે છ જુગરીને રોકડા રૂ.૧,૧૧,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી મોરબી સીટી બી ડિવી. પો.સ્ટે. ખાતે જુગાર ધાર કલમ ૪-૫ મુજબ ગુનો નોંધાવ્યો હતો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img