વાંકાનેર :- મહિકા ગામેથી જાહેરમાં જુગાર રમતા 5 ઝડપાયા.

વાંકાનેર પોલીસ દ્વારા વાંકાનેરના મહિકા ગામે થી જાહેરમાં જુગાર રમતા 5 ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા મહીકા ગામે રેઇડ કરતા મહીકાના ઢાળ પાસે સરકાર સર્વિસ સ્ટેશન પાસે જાહેરમાં જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમના નામઠામ પૂછતા તેઓ
(૧) રફિકભાઈ બાદી (ઉ.વ.૨૩)
(૨) અયાઝભાઈ માથકિયા (ઉ.વ.૨૩)
(૩) અકિલભાઈ ચૌહાણ(ઉ.વ.૨૪)
(૪) ઇન્જામુલભાઈ માથકિયા(ઉ.વ.૨૨)
(૫) એસાનભાઈ જુણેજા (ઉ.વ.૨૭) રહે બધા મહીકા વાંકાનેર વાળા હોય ત્યારે પોલીસ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા તેમની પાસેથી ૧૫,૬૦૦/- ની રોકડ રકમ ઉપરાંત આરોપીઓ પાસે થી મળેલ ફોલ કિંમત ૨૪,૦૦૦/- સાથે કુલ ૩૯,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img