ગીતાંજલી વિદ્યાલય દ્વારા આયોજિત રાહત દરે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગીતાંજલી વિદ્યાલયમાં છોકરીઓને રાહત દરે સર્વાઇકલ વેક્સિન આપવામાં આવશે. જે સર્વાઇકલ વેક્સિનના એક ડોઝ ની બજાર કિંમત 1800 રૂપિયા છે જે શાળા દ્વારા 1200 રૂપિયા માં એક ડોઝ આપવામાં આવશે. જ્યારે વેક્સિન આપવા આવો ત્યારે પેમેન્ટ કરવાનું રહેશે.
નોંધ:- 9 થી 14 વર્ષની છોકરીઓને = 2 ડોઝ, અને 15 થી 35 વર્ષની બહેનોને= 3 ડોઝ
જે છોકરીઓને વેક્સિન આપવાની હોય તેને ફરજિયાત રજિસ્ટ્રેશન શાળાએ આવીને કરાવી જવાનું રહેશે તેમજ બીજા ડોઝ ની તારીખ જ્યારે વેક્સિન લેવા આવો ત્યારે આપવામાં આવશે. આ વેક્સિન ગીતાંજલી વિદ્યાલય, વૈભવ નગર સોસાયટી, શનાળા રોડ, મોરબી ખાતે આપવામાં આવશે.
નોંધ : વાલીઓના સગા સંબંધી અને આડોશી પાડોશી પણ નામ લખાવી શકે છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...