Saturday, May 18, 2024

હળવદ સરા ચોકડી પાસે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા વૃદ્ધ મહિલાનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

હળવદ: હળવદની સરા ચોકડી પાસે હાઈવે રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ મૃતકના પતિએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રાયસંગપર વેલાળામાં રહેતા વાલાભાઈ સવશીભાઈ જખાણીયા (ઉ.વ.૬૦) એ આરોપી એક ટેલર ટ્રક રજીસ્ટર નંબર – GJ-14-Z-0640 ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪-૦૫-૨૦૨૪ ના રોજ સવારના આઠેક વાગ્યાના સુમારે આરોપીએ પોતાના હવાલા વાળી એક ટેલર ટ્રક રજી નં. GJ-14-Z-0640 વાળીને પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આ કામના ફરી.ના પત્ની ગુલાબબેન વાલાભાઇ જખાણીયા રહે.રાયસંગપર વેલાળા વાળીને અડફેટે લઈ પાડી દઇ ડાબા હાથે તથા કમરના ભાગે તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના પતિ વાલાભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર