હળવદમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

હળવદ શહેરમાં સખી મરચા ફ્લોર મીલ પર યુવક હોય ત્યારે યુવકના પિતાને અગાઉ તેના ભાઈ સાથે માથાકુટ થઇ હોય જેનો ખાર રાખી ત્રણ શખ્સો આવી યુવક સાથે બોલાચાલી કરી યુવકને લોખંડના પાઇપ વડે માર માર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા પ્રકાશભાઈ મગનભાઈ પરમાર (ઉ.વ.૩૫) એ આરોપી જયેશભાઇ કાળુભાઇ પરમાર તથા મોહીત પરમાર તથા અમન પરમાર રહે.ત્રણે બસ સ્ટેશન પાછળ હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પિતાને અગાઉ તેના ભાઇ સાથે માથાકુટ થયેલ હોય જેનુ મન:દુખ રાખી સખી મરચા ફ્લોર મીલ પાસે આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી કરી જપા જપી કરી ગાળો દઈ આરોપીઓએ લોખંડના પાઇપ વડે ફરીયાદીને માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img