Thursday, May 2, 2024

હળવદમા NDPSના ગુનામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

હળવદ: હળવદ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા છ મહીનાથી નાસતા ફરતા રાજસ્થાન રાજયના આરોપીને મધ્ય પ્રદેશ રાજયના કુક્ષી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.

મોરબી પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ હરીકીશન ગુજર રહે. માતાજી કા ખેડા જવાસીયા ગામ તા.ગંગસર જી.ચિતોડગઢ (રાજસ્થાન) વાળો હાલે મધ્ય પ્રદેશ રાજયના ધાર જિલ્લાના કુક્ષી ખાતે આવેલ જયેશ કોટનમીલમાં ટ્રક ટ્રેઇલર લઇ માલ ભરવા આવેલ હોવાની ચોકકસ બાતમી મળતા જે બાતમીના આધારે પોલીસ ટીમ બનાવી મધ્ય પ્રદેશ રાજયમાં તપાસ અર્થે મોકલતા એન.ડી.પી.એસના ગુનામાં નાસતો ફરતો આરોપી ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ હરીકીશન હજારીલાલ ગુજર ઉ.વ. ૨૫ ધંધો ડ્રાઇવીંગ રહે. માતાજી કા ખેડા જવાસીયા ગામ તા.ગંગસર જી.ચિતોડગઢ (રાજસ્થાન) વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવી સી.આર.પી.સી.કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર