Monday, May 20, 2024

હળવદમાં વીધી કરવાનુ કહી છેતરપીંડી આચરનાર બે ઈસમોને મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

હળવદ: હળવદ શહેર આલાપ સોસાયટીમા વીશ્વાસમા લઇ છેતરપીંડી કરી મેળવેલ રોકડા રૂ.૩૯,૨૦૦/- તથા ગુનો કરવા વપરાયેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે કુલ કી.રૂ.૮૯,૨૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.

મોરબી એલસીબી પોલીસને સંયુકતમા બાતમી મળેલ કે મોરબી ત્રાજપર ચોકડી પાસે રોડ ઉપરથી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનાના આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડેલ છે જેઓ એ આજથી બે દીવસ પહેલા હળવદ ના સરારોડ ઉપર આવેલ આલાપ સોસાયટીમાથી એક વ્રૂધ્ધને પોતે ભુવા હોવાનુ જણાવી ચા પીવાનુ કહી વીશ્વાસમા લઇ તમારા ધરમા નડતર છે જેના લીધે તમે દુખી છો તેવુ જણાવી તમારે વીધી કરવાથી નડતર દુર થશે અને અમે તમને આ વીધી કરી આપીસુ એમ કહી વિશ્વાસમા લઇ વીધી કરી આપવાના બહાને તેમના ધરે જઇ વીધી કરી વીધીના બહાને વીશ્વાસમા લઇ છેતરપીંડી કરી તેમની પાસે રહેલ રોકડા રૂ..૩૯,૨૦૦/- હોય જે લઇને પોતાનુ મો.સા. સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના રજીસ્ટ્રેશન નંબર GJ-03-NA-9498 વાળુ લઇને ત્યાથી ભાગી ગયેલ હોવાનું જણાઇ આવતા રોકડા રૂ.૩૯,૨૦૦/- તથા ગુનામા વપરાયેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ કિ.રૂ. ૫૦,૦૦૦/- વાળા સાથે કુલ મુદામાલ કિ.રૂ. ૮૯,૨૦૦/- સાથે આરોપી દીપકનાથ નારાયણનાથ ધાંધુ (નાથબાવા) ઉ.વ.૩૨ ધંધો મજુરી રહે.શીવનગર સોસાયટી,વીંછીયા રોડ,જસદણ તા.જસદણ જી.રાજકોટ તથા રોહીતનાથ ભગવાનનાથ ધાંધુ (નાથબાવા) ઉ.વ.૨૮ ધંધો મજુરી રહે.શીવનગર સોસાયટી,વીંછીયા રોડ,જસદણ તા.જસદણ જી.રાજકોટ વાળાને સી.આર.પી.સી.કલમ-૪૧(૧) આઇ. મુજબ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી હળવદ પો.સ્ટે.માં આગળની ઘટીત કાર્યવાહી અર્થે સોપવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર