હળવદમાં યુવકને ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે મારમાર્યો

હળવદના સરા રોડ પર આવેલ આંબેડકરનગરમાં રહેતા યુવકે પોતાના ઘર પાસે ઈકો કાર પાર્ક કરતો હોય ત્યારે ચાર શખ્સોએ આવી યુવક સાથે બોલાચાલી ઝગડો કરી યુવકને લોખંડના પાઇપ, ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ પર આવેલ આંબેડકરનગરમાં રહેતા અમીતભાઇ વજુભાઈ રાઠોડ (ઉ.વ.૩૦) એ આરોપી મહેશભાઇ હરીદાસ પરમાર, ભાવેશભાઇ હરીદાસ પરમાર, મયુર ઉર્ફ મયલો રમેશભાઇ પરમાર તથા જયેશભાઇ મોહનભાઇ શેખાવા (પરમાર)રહે બધા. બસ સ્ટેશન પાછળ હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના ઘર પાસે પોતાની ઈકો ગાડી પાર્ક કરતો હતો ત્યારે આરોપીઓ આવી યુવક સાથે બોલાચાલી કરી ઝગડો યુવકને ચાર શખ્સોએ લોખંડના પાઇપ, ધોકા વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img