હળવદના દિઘડીયા ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

હળવદ: હળવદ તાલુકાના દિઘડીયા ગામે દિલિપભાઈ વાલજીભાઈ ઇટોદરાના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દિઘડીયા ગામે દિલિપભાઈ વાલજીભાઈ ઇટોદરાના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો દિલિપભાઇ વાલજીભાઇ ઇટોદરા ઉ.વ.૫૦,નવઘણભાઇ ચંદુભાઇ કુંઢીયા ઉ.વ.૩૫, કાભાઇ ઉર્ફે કેડો ભાવુભાઇ રાપુસા ઉ.વ.-૪૦, મુકેશભાઇ ઉર્ફે મહેશ બાબુભાઇ ઇટોદરા ઉ.વ.૩૫, મેહુલભાઇ રઘાભાઇ કાંજીયા ઉ.વ.-૩૦ રહે બધા ગામ દિઘડીયા તા હળવદવાળાને રોકડ રકમ રૂ. ૨૪૬૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img