હળવદના કવાડીયા ગામના પાટીયા નજીક કારે હડફેટે લેતા પ્રૌઢનુ મોત

મોરબી: હળવદ ધ્રાંગધ્રા હાઈવે રોડ પર હળવદ તાલુકાના કવાડીયા ગામના પાટીયા નજીક આઇ-૨૦ કારે હડફેટે લેતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મિત્ર એ આરોપી કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મુળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ હળવદ તાલુકાના કવાડીયા ગામે નાગરભાઈ દલવાડીની વાડીયે રેહતા વેલ્યાભાઈ દુરસિંગભાઈ નાયક (ઉ.વ. ૪૫) એ આરોપી આઇ -૨૦ કાર નં – GJ-03-DG-7834 ના ચાલક આનંદ સુરેશભાઈ પટેલ રહે. મોરબી વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨-૧૧-૨૦૨૨ ના રોજ બે થી ત્રણ વાગ્યાના સમયગાળા દરમ્યાન આરોપી આઇ-૨૦ મોટર કાર રજી. નં- GJ-03-DG-7834 ના ચાલકે પોતાના હવાલાવાળી મોટર કાર પુર ઝડપે અને બેફીકરાઇપૂર્વક મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીપુર્વક ચલાવી આવી રોડની સાઇડમાં પગે ચાલીને જતા ફરીયાદીના મિત્ર કનસીંગભાઇ ગુરજીભાઇ રાઠવા ઉ.વ.૫૨ વાળા ને હડફેટે લઇ ઠોકર મારતા માથાના ભાગે તથા કપાળે શરીરે ગંભીર ઇજાઓ પહોંચી મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મિત્ર વેલ્યાભાઈએ આરોપી આઇ-૨૦ કારના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો.કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img