હળવદના પ્રા.આ. કેન્દ્ર જુના દેવળીયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હળવદ: DDO તથા CDHO ના માર્ગદર્શન હેઠળ લાઈફકેર બ્લડ બેન્ક તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળીયા, THO ઓફિસ હળવદના સહયોગ થી હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળીયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મેડિકલ ઓફિસર જુના દેવળીયા તથા PHC ના તમામ સ્ટાફના અથાગ પ્રયત્ન થકી જુના દેવળીયા તથા આજુબાજુના ગામોમાંથી સ્ટાફ દ્વારા લોકોને પ્રોત્સાહિત કરી, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસતા વરસાદમા લોકો દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવ્યું અને જિલ્લા વહીવટી તંત્રની અપેક્ષા થી વધુ ૧૦૬ જેટલી રક્તની બોટલ એકત્રિત કરવામાં આવેલ તેમજ આ કેમ્પને સફળ બનાવેલ અને કેમ્પના અંતે મેડિકલ ઓફિસર જુના દેવળીયા દ્વારા ગ્રામ પંચાયત, તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img