હળવદમાં બે ભાઈને બે શખ્સોએ માર માર્યો 

હળવદ ટાઉનમા યુવકનો ભાઈ કિશન તેના મીત્રો સાથે સખી મરચા ફ્લોર મીલમાં બેન્જો વગાડતા હોય ત્યારે આરોપીઓ સખી મરચા ફ્લોર મીલમાં પાણી પીવા જતા ફ્લોર મીલ બંધ થઈ જતા સાહેદે પાણી પીવાની ના પડતા આરોપીઓએ બોલાચાલી કરી બંને ભાઈને મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ કૃષિ વિદ્યાલયના ઝાંપા પાસે રહેતા આઝાદભાઈ મનસુખભાઇ બાલાસનીયા (ઉ.વ.૨૭) એ આરોપી મહેશભાઈ મગનભાઈ પરમાર તથા સુરેશભાઈ નરશીભાઈ પરમાર રહે બંને આંબેડકર કોમ્પલેક્ષ સામે હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના નાના ભાઇ કીશનભાઈ તથા તેના મિત્રો સખી મરચા ફ્લોર મીલમા બેન્જો વગાડતા હોય ત્યારે આરોપી મહેશભાઇ સખી મરચા ફ્લોર મીલમા પાણી પીવા જતા ફલોરમીલ બંધ થઈ જતા સાહેદએ પાણી પીવાની ના પાડતા આરોપીએ સાહેદ સાથે બોલાચાલી કરતા સાહેદએ ફરીયાદીને ફોન કરતા ફરીયાદી તથા તેના સાળા મેહુલભાઇ ત્યા આવી આરોપીઓને સમજાવતા આરોપીને સારૂ નહી લાગતા બંને આરોપીઓ સાહેદ કીશન સાથે ઝપાઝપી કરી ગાળો દેતા ફરીયાદ સાહેદ્ને છોડાવવા વચ્ચે પડતા આરોપીએ લાકડાનો ધોકો લઇ આવી ફરીયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img