મોરબીના આધેડને ઘર બેઠા રૂપીયા કમાવવાની લાલચ ભારે પડી, 62.93 લાખ ગુમાવવા પડયા

મોરબી શહેરમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા આધેડને આરોપીએ ઘરબેઠા રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી અલગ અલગ બહાના હેઠળ રૂ. ૬૨,૯૩,૯૨૫ આધેડ પાસેથી રોકાણ કરાવી જે પરત ના કરી આધેડ સાથે છેતરપિંડી કરી રૂપિયા પડાવ્યા હોવાની મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ આંધ્રપ્રદેશ રાજ્યના વતની અને હાલ મોરબીના મહેન્દ્રનગરમા ગણેશ એપાર્ટમેન્ટ એક્સીસ બેંક પાછળ રહેતા સત્યનારાયણ નાગેન્દ્રરાવ પ્રસાદ (ઉ.વ‌.૫૨) એ આરોપી અજાણ્યા સાત શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને ઓન લાઇન જોબ વર્ક આપવાની ટેલીગ્રામ દ્રારા વાતચીત કરી ફરીયાદીને ઘર બેઠા રૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી ફરીયાદીનો વિશ્વાસ ભરોસો કેળવી આરોપીઓએ અલગ અલગ બહાના હેઠળ ફરીયાદી પાસેથી કુલ રૂ.૬૨,૯૩,૯૨૫/- ઓનલાઇન જોબ વર્ક પેટે રોકાણ કરાવી જે રોકાણ કરેલ ફરીયાદીના લેણા થતા રૂપીયા ફરીયાદીને આજ દિન સુધી પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img