મોરબીમાં કાલે મંગળવારે લલિત કગથરાનું ભવ્ય સ્વાગત, બાઈક રેલી અને સભાનું આયોજન

આ કાર્યક્રમમાં ખાસ પ્રદેશના પ્રમુખ જગદીશ ઠાકોર પણ હાજર રહેશે

ટંકારા પડધરી નાં ધારાસભ્ય લલિતભાઈ કગથરાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ લલિતભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને ગૌરવની લાગણી વ્યક્ત કરી છે.

ત્યારે લલિતભાઈ નું સ્વાગત કરવા તેમજ તેમને અભિનંદન પાઠવવા માટે અને આ નિમણૂકના નિર્ણયને આવકારવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબી શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી બાદ લલિતભાઈ કગથરાનો સત્કાર સમારંભ યોજાશે.

ટંકારા પડધરી નાં ધરાસભ્ય અને ગુજરાત પ્રદેશ સમિતિના કાર્યકારી પ્રમુખ લલિતભાઈ કગથરા નાં સ્વાગત સમારંભની રેલી આવતીકાલે તારીખ ૧૯-૦૭-૨૦૨૨ નાં રોજ સવારે ૯:૩૦ વાગ્યે રામધન આશ્રમ ખાતે થી ઘુનડા રોડ પર આવેલ દ્વારકાધીશ પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણ થશે. બાદ પાર્ટી પ્લોટ ખાતે લલિતભાઈ કગથરા નો સત્કાર સમારંભ યોજાશે.

આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ખાસ ઉપસ્થિતિ આપશે..

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img