Tuesday, May 26, 2026

મોરબીના કાલીકા પ્લોટમાં જુગાર રમતા 6 મહીલા ઝડપાઈ

મોરબી: મોરબીના કાલીકા પ્લોટમાં શેરી નં-૩ માં આરોપી સોનલબેન પંકજભાઈ ગુર્જરના મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા છ મહીલાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટમાં શેરી નં-૩ માં આરોપી સોનલબેન પંકજભાઈ ગુર્જરના મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા છ મહીલા સોનલબેન પંકજભાઇ ગુર્જર ઉ.વ.૫૩ રહે. મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૩, શારદાબેન મનોજભાઇ દિનેશભાઇ અદગામા ઉ.વ.૩૦ રહે. મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૩, કરણભાઇ પોપટભાઇ જાદવ ઉ.વ.૨૪ રહે. મોરબી રણછોડનગર સેન્ટમેરી સ્કુલ પાસે, સાવનભાઇ હિતેષભાઇ માલકીયા ઉ.વ.૨૦ રહે.મોરબી-૨ ઇન્દીરાનગર સામાકાંઠે, હંસાબેન ભરતભાઇ દિનેશભાઇ અદગામા ઉ.વ.૩૫ રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૩, વિજયાબેન પોપટભાઇ ખીમજીભાઇ જાદવ, ઉ.વ.૪૯ રહે. રણછોડનગર સેન્ટમેરી સ્કુલ પાસે મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩૧,૫૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img