Friday, June 5, 2026

મોરબીના વાવડી રોડ પર જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમી ઝડપાયાં

મોરબી સીટીના વાવડી રોડ પર આવેલ ભગવતીપરા ના નાકા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી મોરબી સીટીના વાવડી રોડ પર આવેલ ભગવતીપરા ના નાકા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો તુષારભાઈ ઘનશ્યામભાઈ ગોહીલ ઉ.વ.૨૭ રહે મોરબી વાવડી રોડ ગાયત્રીનગર,મુનાભાઈ દેવાભાઈ લામકા ઉ.વ.૩૬ રહે મોરબી વાવડી રોડ ભગવતીપરા,અમુભાઈ બાબુભાઈ ગુઢડા ઉ.વ.૩૬ રહે મોરબી માધાપર શેરી નં.૧૭ ને રોકડ રકમ રૂ.૧૦,૨૦૦/- ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img