Thursday, March 28, 2024

કિસાન આંદોલન: 500 થી વધુ ટવીટર એકાઉન્ટ પર પ્રતિબંધ, વાંધાજનક હેશટેગનો ઉપયોગ પણ બંધ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે બુધવારે કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા માત્ર ભારતમાં જ કેટલાક એકાઉન્ટ બંધ કરવાના નિર્દેશ અનુસાર તેણે કેટલાક એકાઉન્ટ પર પ્રતિબંધ મુક્યો છે. જો કે, સામાજિક કાર્યકરો, રાજકારણીઓ અને મીડિયાના ટ્વિટર હેન્ડલને બ્લોક કરાયું નથી કારણ કે આમ કરવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થશે.ટ્વિટરે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે તેના વપરાશકર્તાઓની અભિવ્યક્તિની સ્વતંત્રતાને ટેકો આપવાનું ચાલુ રાખશે અને આ માટે તે ભારતીય કાયદા હેઠળના વિકલ્પો પર સક્રિયપણે વિચારણા કરી રહ્યું છે જે ટ્વિટર અને વપરાશકર્તાઓના એકાઉન્ટને અસર કરે છે. જણાવી દઈએ કે સરકારે ટિવટને એવા કેટલાક એકાઉન્ટ બંધ કરવા કહ્યું છે જેનાથી હાલ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને ભડકાઉ નિવેદન અને ભ્રામક માહિતી આપવામાં આવી રહી છે. સરકારના આદેશનું પાલન નહીં કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.આ મામલામાં વલણને સ્પષ્ટ કરવાની માંગ પર ટ્વિટરએ બ્લોગપોસ્ટમાં કહ્યું હતું કે હાનિકારક સામગ્રી ઓછી દેખાય તે માટેના પગલા લીધાં છે, જેમાં આવા હેશટેગ્સના ટ્રેંડિંગને અટકાવવા અને તેની શોધ કરતી વખતે આવા હેશટેગ્સ જોવા મળશે નહીં. ટ્વિટર દ્વારા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયને પણ આ પગલાં અમલમાં મૂકવા માટે જાણ કરવામાં આવી છે. ટ્વિટર એ રેખાંકિત કર્યું કે તેણે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના તમામ આદેશો હેઠળ 500 થી વધુ એકાઉન્ટ પર કામ કર્યું છે. આમાં ટ્વિટરના નિયમોના ઉલ્લંઘન માટે એકાઉન્ટને કાયમી ધોરણે બંધ કરવાના પગલાં પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવા 257 ટ્વિટર હેન્ડલ્સ છે, જે વાંધાજનક હેશટેગ સાથે પોસ્ટ કરે છે, આમાંથી 126 એકાઉન્ટ્સ થોડા દિવસો પહેલા જ બ્લોક કરવામાં આવ્યા છે. આ સિવાય સરકારને શંકા છે કે 1,178 હેન્ડલ્સ, જે ખોટી માહિતી ફેલાવનારા ખાલિસ્તાની પાકિસ્તાની તત્વો સાથે જોડાયેલા છે. 583 આવા ખાતાઓને બ્લોક કરવામાં આવ્યા છે. ટ્વિટરે કહ્યું, ” સ્વતંત્ર ઇન્ટરનેટ અને અભિવ્યક્તિ પાછળના મૂલ્યોને લીધે સમગ્ર વિશ્વમાં ખતરો વધી રહ્યો છે …. ટ્વિટર એ અવાજોને શક્તિ આપવાનું છે જે સાંભળવું જોઈએ અને અમે અમારી સેવાઓ સુધારવાનું ચાલુ રાખીશું જેથી બધા – વિચારો અને વલણથી આગળ – જાહેર ચર્ચામાં ભાગ લેવાનું સલામત લાગે.”

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર