Thursday, April 25, 2024

વાંકાનેર તાલુકામાં કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ગુજરાત સરકારની આ યોજનાથી વાંકાનેર તાલુકાના ૧૨ ગામના ૧૨૩૨ ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળશે..

વાંકાનેર તાલુકાનાં ૧૨ ગામોના ૧૨૩૨ ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટેની કિશાન સૂર્યોદય યોજનાનો વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામ ખાતે આયોજીત કાર્યક્રમમાં ઇ-તકતીના અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે રાજકોટના સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી નેતૃત્વ હેઠળની સરકારે ખેડૂતોની ચીંતા કરીને ખેડૂતોને દીવસે જ વીજળી મળે તે માટે ૩૫૦૦ કરોડ રૂપીયાનો ખર્ચ કરીને એક હજાર દિવસમાં દરેક ગામે દિવસે જ ખેડૂતોને વીજળી મળે તે માટે આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આ કિશાન સૂર્યોદય યોજનાનો વાંકાનેર તાલુકામાં ૧૨ ગામના ૧૨૩૨ ખેડૂતોને આજથી જ દિવસે વીજળી મળતી થઈ ગઈ છે…

આ સાથે જ ભાજપ સરકારના ગુણગાન ગાતા કુંડારીયાએ જણાવ્યું હતું કે સરકારે કિશાન નિધિ યોજના હેઠળનો ૭મો હપ્તો પણ ખેડૂતોને ચૂકવવામાં આવેલ છે અને કેન્દ્ર સરકારે ૧૫માં નાણા પંચના રૂપીયા સીધા જ ગ્રામ પંચાયતોને મળતા થયા છે. તેમજ વાંકાનેર તાલુકામાં ૪૫ કરોડના રસ્તાઓ મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરતાં મંજૂર કર્યા છે…

આ કાર્યક્રમની શરૂઆતમાં પી.જી.વી.સી.એલ. ના નાયબ ઈજનેરશ્રી એન. આર. હુંબલ દ્વારા સ્વાગત પ્રવચન અને આભરવિધી નાયબ અધિક્ષકશ્રી મહાવીરસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી…

આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી અને યુવરાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા, ગોરધનભાઈ સરવૈયા, વાઘજીભાઇ ડાંગરેચા, ગોવીંદભાઈ દેસાઇ, હીરભાઈ બાંભવા, સુરેશભાઇ પ્રજાપતી, ભરતભાઇ ડાભી, કૃપાલસિંહ ઝાલા, અધિક્ષક ઈજનેરશ્રી પી. આર. ડોબરીયા અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર