મોરબી જીલ્લાના કૃષ્ણનગર ગામની ” શ્રી કૃષ્ણનગર પ્રાથમિક શાળા” માં ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

આજ રોજ શ્રી કૃષ્ણનગર પ્રા.શાળામાં વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં શાળાના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જેમાં બાળકો દ્વારા હનુમાનજી,ભગવાન શિવશંકર,રામદેવપીર, ડોક્ટર,રાણી લક્ષ્મીબાઈ,શાકભાજી વેચનાર, કઠિયારો, રાધાકૃષ્ણ-ગોપીયો, લવકુશ,ખેડુત, વગેરેની બાળકો દ્વારા સુંદર વેશભૂષા રજૂ કરવામાં આવી હતી.આ તકે શાળાના તમામ બાળકોને શાળા પરિવાર વતી પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યા હતા

આ પ્રસંગે સામાજિક કાર્યકર લક્ષ્મણભાઈ ગોગરા, પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈ ગોસાઈ, શિક્ષણગણ, વાલીગણ, ગ્રામજનો‌હાજર રહ્યા હતા

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img