લિયો ક્લબ ઓફ મોરબીસિટી દ્વારા 28.7.2022 ના રોજ પુષ્ય નક્ષત્ર દરમ્યાન વિનામૂલ્યે સુવર્ણપ્રાશનનાં ટીપાં પીવડાવા નો કેમ્પ યોજવામાં આવ્યો હતો.
જેમા આશરે 650 જેટલા બાળકોને તેમજ 15 જેટલી ગર્ભવતી મહિલાઓને ટીપા પીવડાવવામાં આવ્યા હતા.
આ કેમ્પ મોરબી-1 ચંદ્રેશ નગર મા ઓમ ક્લિનિકલ તથા મોરબી-2 ઉમા ક્લિનિક ખાતે યોજવામાં આવ્યો હતો. જેના ઉદ્ઘાટન માં દ્વિતીય વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા, તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી ના પ્રમુખ જગદીશભાઈ કાવર, ખજાનચી ટી.સી.ફૂલતરીયા સાહેબ, તથા લા.માદેવભાઈ ચિખલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.
લિયો ક્લબ ઑફ મોરબી સિટી સ્પાર્ક ના પ્રેસિડેન્ટ ક્રિષ્ના રૂપાલા, સેક્રેટરી ડો. ખ્યાતિ ભીમાણી, વાઈસ પ્રેસિડન્ટ ભાવિશા સરડવા તથા બંસી રૂપાલા,તેમજ પ્રોજેકટ ચેરમેન ઉમંગ ભીમાણી તથા લિયો ક્લબ ઓફ મોરબી સિટી ના તમામ સભ્યો ઉપસ્થિત રહિને સેવા આપી હતી.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...