મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા નજીકથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી શહેરમાં વિદેશી દારૂનું વેચાણ શેરીએ અને ગલીએ ચાલી રહ્યું છે ત્યારે મોરબીના સામા કાંઠે આવેલ મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂની ચાર બોટલ જેની કિંમત રૂપિયા ૨૧૪૮ ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના સામા કાંઠે આવેલ મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે જાહેરમાં વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમ વિક્રમભાઈ વેલજીભાઈ ધામેચા (ઉ.વ.૧૯) રહે. મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે મોરબી વાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૪ જેની કિંમત રૂપિયા ૨૧૪૮ ના મુદ્દા માલ સાથે મળી આવતા આરોપીને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ધારા તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.