Thursday, April 25, 2024

વધેલા સાબુમાંથી ઘરે જ બનાવો ઓછા ખર્ચે હેન્ડવોશ જાણો આ રીત.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

આજકાલ હેન્ડવોશનો પણ ખૂબ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વારંવાર આપણને હાથ ધોવાની જરૂર રહે છે અને હેન્ડવોશનો વપરાશ પણ વધી રહ્યો છે. ઘણા લોકો સાબુ નાનો થઈ જાય એટલે તેનો ઉપયોગ કરવાનું ટાળતા હોય છે. આવા સાબુ માથી ઘરે જ ઓછા ખર્ચે તમે હેન્ડવોશ બનાવી શકો છો. આ પદ્ધતિ એકદમ સરળ છે અને મોંઘા હેન્ડવોશ ખરીદવાની જરૂરિયાતને પણ દૂર કરે છે. તમે સામાન્ય રીતે જે સાબુનો ઉપયોગ કરો છો તે જ વધેલા સાબુમાથી આ હેંડવોશ બનાવી શકો છો. તો ચાલો તમને ઓછા ખર્ચે હેન્ડવોશ બનાવવાની સરળ રીત જણાવીએ.

સાબુમાંથી હેન્ડવોશ બનાવવા માટેની સામગ્રી-

100 ગ્રામ વધેલો સાબુ (કોઈપણ રંગ અથવા આકારનો હોઈ શકે છે)
નવશેકું પાણી
બે ઢાંકણ જેટલું ડેટોલ
આવશ્યક તેલ (તમારી પસંદગીનું કોઈ પણ અથવા ઓપ્શનલ )
જો તમે ઇચ્છો તો આવશ્યક તેલનો ઉપયોગ કરી શકો છે અને જો તમે તે ઇચ્છતા નથી અથવા ઘરે ઉપલબ્ધ નથી, તો તમે તેને છોડી પણ શકો છો.

સાબુમાંથી હેન્ડવોશ બનાવવા માટેની રીત. 

સૌ પ્રથમ સાબુના નાના ટુકડા કરો.
પછી તેમને નવશેકા પાણીમાં પલાળી રાખો.
5-7 મિનિટ પછી તેને મિક્સરમાં પીસી લો.
હવે તેને સેટ કરવા માટે થોડા સમય માટે રાખો અને તેમાં બે ઢાંકણ જેટલું ડેટોલના અને તમારી પસંદગીના આવશ્યક તેલના થોડા ટીપાં ઉમેરો.
થોડા સમયમાં હેન્ડવોશને સેટ થઈ જશે અને તેમાં રહેલ ફીણ પણ ઓછા થતાં જશે.
હવે તેને બોટલમાં ગાળીને તેનો ઉપયોગ કરો.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર