Friday, April 26, 2024

કોવેક્સિન રસીની અછતને લીધે 18 થી 44 વયજૂથનું રસીકરણ બંધ થઈ જશે !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

દેશમાં કોરોનાની રસીની તીવ્ર અછત ઊભી થઈ છે. મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોના રસીકરણ કાર્યક્રમને ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રમાં 45 થી વધુ ઉંમરના અને 18 થી 44 વર્ષની ઉંમરના વયજૂથનું રસીકરણ ચાલુ છે. પણ રસીની માગ પ્રમાણે પુરવઠો થતો ન હોવાથી 18 થી 44 વર્ષના વયજૂથનું રસીકરણ પૂર્ણપણે બંધ થાય એવી શક્યતા આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ વ્યક્ત કરી છે કારણ કે આ વયજૂથ માટે આવેલી રસી 45 વર્ષથી ઉપરના લોકોના બીજા ડોઝ માટે વાપરવામાં આવશે. 18 થી 44 વયજૂથના વ્યક્તિઓનું રસીકરણ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. કેન્દ્ર સરકારે 45 વર્ષથી ઉપરના નાગરિકોની જવાબદારી લીધી છે. પણ રાજ્યમાં અત્યારે કોવેક્સિનના 35,000 ડોઝ ઉપલબ્ધ છે. હવે બીજો ડોઝ આપવાનો છે તેમની સંખ્યા લગભગ 5,00,000 છે. તેથી 18 થી 44 વયજૂથ માટે રાજ્ય સરકારે ખરીદી કરેલી રસી કોવેક્સિન છે. આ રસી લગભગ 2,75,000 જેટલી ઉપલબ્ધ છે. એ સાથે જ કેન્દ્ર સરકાર તરફથી આવેલી 35,000 રસી મળીને કુલ ત્રણથી સવા ત્રણ લાખ કોવેક્સિનના ડોઝ 45 વર્ષથી ઉપરના નાગરિકો માટે વાપરવાનો નિર્ણય આરોગ્ય વિભાગે લીધો છે.

કોરોનાના સમયમાં રસીનો અને ખાસ કરીને કોવેક્સિનની અછત છે ત્યારે એની નિર્મિતી માટે મહારાષ્ટ્રમાં પુણે નજીકની જગ્યા ભારત બાયોટેકની સહયોગી કંપની બાયોવેટ પ્રાઈવેટ લિમિટેડને મંજૂરી આપો એવો આદેશ મુંબઈ હાઈ કોર્ટે રાજ્ય સરકારને આપ્યો છે. કોર્ટના આ નિર્દેશના લીધે રાજ્યમાં રસીકરણ ઝડપી થવામાં મદદ થશે એમ હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. કોવિડ-19 પછી મ્યુકરમાયકોસિસ નામે બીમારી અનેક દર્દીઓને લાગુ થઈ રહી છે. રાજ્યમાં તેના 2000 દર્દીઓ છે, જ્યારે આઠ દર્દીનાં મોત થયાં છે, એવી માહિતી આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આપી હતી. આ ફૂગજન્ય બીમારી હોઈ તેને માટે 14 ઈન્જેકશન લેવાં પડે છે. આ ઈન્જેકશન મોંઘાં હોવાથી ગરીબ નાગરિકોના ગજાની બહાર ખર્ચ જાય છે. આથી આ બીમારી પર ઉપચાર જનઆરોગ્ય યોજનાના માધ્યમથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન આપવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનમાં પાણી શુદ્ધ હોવું જોઈએ. પાણી શુદ્ધ નહીં હોય તો આ ફૂગજન્ય બીમારી, એટલે કે, મ્યુકરમાયકોસિસ અથવા બ્લેક ફંગસ લાગુ થાયછે. આ બીમારી મગજ અને આંખોને ઈજા પહોંચાડી શકે છે. આ બીમારી પર દવારૂપે એમપી- એમ્પેરિસીન સર્વત્ર ઉપલબ્ધ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર