માળીયા(મી)માં ૩૦૦ લીટર દેશી દારૂ સાથે સીએનજી રીક્ષા પકડાઈ

માળીયા મિયાણામાં દેશી-વિદેશી દારૂ પકડાવવાનો સીલસીલો યથાવત રહ્યો છે. તાજેતરમાં ભીમસર ચોકડી નજીક પોલીસે સીએનજી રીક્ષામાંથી ૩૦૦ લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો, જ્યારે રીક્ષા ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો

મળતી માહિતી મુજબ, માળીયા(મી) પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે હળવદ તરફથી એક સીએનજી રીક્ષા દેશી દારૂ ભરીને કચ્છ તરફ જવાની છે. બાતમીના આધારે પોલીસે ભીમસર ચોકડી નજીક વાહન ચેકિંગ શરૂ કર્યું હતું.

આ દરમિયાન રજી. નં. GJ-36-W-1179 વાળી સીએનજી રીક્ષા ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવા ઈશારો કર્યો હતો. જોકે, ચાલકે રીક્ષા ઉભી રાખવાના બદલે ઝડપથી ભગાડી દીધી હતી. પોલીસે પીછો કરતા ચાલક રીક્ષા રસ્તા પર રેઢી મૂકી અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો.

રીક્ષાની તલાશી દરમિયાન પોલીસે અંદાજે ૩૦૦ લીટર દેશી દારૂ (કિંમત રૂ. ૬૦,૦૦૦) મળી આવ્યો હતો. દારૂ અને રીક્ષા સહિત કુલ રૂ. ૧,૬૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img