માળિયા ફાટક નજીક વર્લી મટકાનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીની માળીયા ફાટક નજીક સર્કિટ હાઉસની ફૂટપાથ ઉપર જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીની માળીયા ફાટક નજીક સર્કિટ હાઉસની ફૂટપાથ ઉપર જાહેરમાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમતા બે ઈસમો મુકેશભાઈ ભીમજીભાઈ ભાંભી (ઉ.વ.૪૦) રહે. આંબેડકર કોલોની છેલ્લી શેરી વાલ્મીકિ સમાજ પાસે વીશીપરા મોરબી તથા અનવરભાઈ બાવાભાઈ મોવર (ઉ.વ.૪૪) રહે. વીસીપરા મદીના સોસાયટી શેરી નં -૦૧ મોરબીવાળાને રોકડ રકમ રૂ.૭૬૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img