માળીયામાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો ઈસમ વડોદરાથી ઝડપાયો

માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને વડોદરા જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલ કે, માળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો આરોપી કમલસિંહ ભાનુસિંહ યાદવ રહે.પલ્હાવાસ બી.એસ.એન.ટાવરની બાજુમાં તા.જી.રેવારી (હરીયાણા) વાળો હાલે વડોદરા જિલ્લાના અમદાવાદ-મુંબઇ હાઇવે પર મહાદેવ હોટલ ખાતે આવેલ હોવાની બાતમી મળતા તુરંત જ પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ મળી આવતા આરોપીને માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે લાવી બી.અને.એન.એસ. કલમ ૩૫(૨)જે મુજબ અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img