માળીયા વિસ્તારના ગુલાબડી જવાના રોડ પરથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

માળીયા મીંયાણા વિસ્તારના ગુલાબડી જવાના રોડ પરથી એક ઇસમને દેશી બનાવટની જામગરી બંદુક સાથે માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે.

માળીયા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન માળીયા મીંયાણા વિસ્તારના ગુલાબડી જવાના રોડ પરથી સદામભાઇ કાસમભાઈ ભટ્ટી (ઉ.વ.૩૨) રહે.જુના હંજીયાસર તા.માળીયા(મિ) જી.મોરબી શંકાસ્પદ રીતે આટાફેરા કરતો હોઇ જેથી આરોપીની ઝડતી કરતા તેની પાસેથી દેશી બનાવટની જામગરી બંદુક મળી આવેલ જે હથીયાર નંગ-૧ કિ.રૂ. ૨૦૦૦/-ના સાથે મળી આવતા આરોપી વિરૂદ્ધ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે હથિયાધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img