માળીયામાં પોક્સો એક્ટના ગુનામાં ચાર માસથી નાસતો ફરતો ઈસમ રાજકોટથી ઝડપાયો

માળીયા (મી): માળીયા મીંયાણા પો.સ્ટે. એ પાર્ટ આઈ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો એકટ કલમ ૧૮ મુજબના ગુન્હામાં ચાર માસથી નાસતો ફરતા આરોપીને રાજકોટ જિલ્લાના મેટોડા જી.આઈ.ડી.સી. ખાતેથી મોરબી સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટરની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર તથા સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, માળીયા મીં પોલીસ સ્ટેશનમા એ પાર્ટ ઇ.પી.કો. કલમ-૩૬૩,૩૬૬, પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુન્હો તા.૧૩/૧૨/૨૦૨૩ ના રોજ જાહેર થયેલ અને આ ગુન્હામાં ચાર માસથી નાસતો ફરતો આરોપી મહેશભાઈ મોહનભાઈ ભંખોડીયા ઉ.વ.- ૨૪ રહે- ચાચાવદરડા તા.માળીયા મીં જિ.મોરબી વાળો રાજકોટ જિલ્લાના મેટોડા જી.આઈ.ડી.સી. ખાતે હાઈમેક કાસ્ટીંગ કારખાનામા કામ કરતો હોવાની માહીતી મળતા ટીમ સાથે તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ પહોંચીને ટીમ દ્વારા રાજકોટ જિલ્લાના મેટોડા જી.આઈ.ડી.સી. ખાતે હાઈમેક કાસ્ટીંગ કારખાનામા આરોપીને હસ્તગત કરી અત્રે લાવી પુછપરછ કરી પોક્સો ગુન્હા મુજબ ધોરણસર અટક કરવામા આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img