માળિયાના નાની બરાર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

માળિયા મીયાણા તાલુકાના નાની બરાર ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૭૨ બોટલો સાથે એક ઈસમને માળીયા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળિયા મીયાણા તાલુકાના નાની બરાર ગામે આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૭૨ કિં રૂ. ૬૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન આરોપી સુરેશભાઈ ઉર્ફે વિજયભાઈ ધરમશીભાઈ ધોળકીયા રહે. નાની બરાર માળીયા મીવાળા ને પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ ધવલભાઈ રાયધનભાઈ કોઠીવાલા રહે. નાની બરાર ગામવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે બંને ઈસમો વિરૂદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img