મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા લાઇસન્સ-હાઇજીનનું ઇન્સ્પેક્શન કરાયું

મોરબી મહાનગરપાલિકા ની ફૂડ શાખા દ્વારા લાઇસન્સ ચેકિંગ અને ફૂડ હાઇજીનની ઇન્સ્પેક્શન ની કામગીરી હાથ ધરાઇ હતી.

જેમાં મોરબીના, સનાળારોડ, રવાપર રોડ, સામાકાંઠા ના વિવિધ વિસ્તારો માં ફૂડ સેફ્ટિ ઇન્સ્પેકટર દ્વારા ખાદ્ય પદાર્થ ની દુકાન માં ચેકિંગ કર્યું હતું. તથા રવાપર રોડ પર આવેલા સીજનલ વેપારિયોની ચીકીની તપાસ અંગે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૩૩ ખાદ્ય પદાર્થની દુકાનો માં ચેકિંગ કરાયું હતું. જેમાં 3 ડેરી સંચાલકોના દૂધના સેમ્પલ લઈ રેપિડ ટેસ્ટના નમૂના લેવા માં આવ્યા હતા, જેમાં કોઈ શંકાસ્પદ બાબતો જાણવા મળી ન હતી. આગામી સમય માં પણ મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા લાઇસન્સ ચેકિંગ ફૂડ પરીક્ષણ કામગીરી હાથ ધરવામાં આવશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img