હળવદના માથક ગામે ગળેફાંસો ખાઈ મહિલાનો આપઘાત
હળવદ તાલુકાના માથક ગામે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા નીતાબેન અરજણભાઇ ચાવડા (ઉ.વ.૪૮) એ પોતાના ઘરે કોઈ પણ અગમ્ય કારણોસર ગળાટુપો ખાઈ જતાં નીતાબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.