રબારી સમાજવાડી અને વિદ્યાર્થીભવન માટે પોશ વિસ્તારમાં જમીન માટે હુકમ કરાયો
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લા સમસ્ત રબારી સમાજની સમાજવાડી અને વિદ્યાર્થીભવનની માંગણીને મંજૂરી અપાવતા રબારી સમાજે મંત્રીનું પુષ્પગૃચ્છ આપી તેમજ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા દરેક સમાજના પ્રશ્નોને પોતાના જ પ્રશ્નો સમજીને નિવારવા હમેશાં પ્રયત્નશીલ છે ત્યારે હાલ જ તેમણે માનવતાવાદી અભિગમ દાખવી રબારી સમાજની લગભગ ૩ પેઢી જૂની માંગણીને પૂર્ણ કરી છે.
રબારી સમાજની છેલ્લા ઘણા સમયથી રબારી સમાજવાડી અને વિદ્યાર્થીભવન માટેની માંગણી હતી. જેને મંત્રીએ રબારી સમાજના અગ્રણી અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયાને સાથે રાખી મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી. જેના પગલે ૩૦ જ દિવસમાં આ માંગણીને ધ્યાને લઈ તેને મંજૂરી આપવામાં આવી છે.
મોરબી જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ દ્વારા પોશ વિસ્તારમાં આ રબારી સમાજવાડી અને વિદ્યાર્થીભવનની જમીન માટે પણ હુકમ કરી દેવામાં આવ્યો છે.
રબારી સમાજની આ વર્ષો જૂની લાગણીને વાચા આપી રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આ અટપટા પ્રશ્નને ઝડપી નિવારવા સતત ફોલોઅપ કર્યું અને તેમની માંગણી પુરી કરી. જેથી રબારી સમાજના આગેવાનોએ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ તકે અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા અને રબારી સમાજના અગ્રણી વાલાભાઈ ખાંભલા, કાનજીભાઈ કુંભારીયા, રમેશભાઈ અજાણા, ભગવાનજીભાઈ ખાંભલા, મહેશભાઈ અજાણા, હિરેનભાઈ કાળોતરા, કારાભાઈ હુણ, સવજીભાઈ હુણ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...