ટંકારાના મિતાણા પાસે ચાલુ રીક્ષામાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચિલ ઝડપ ; ગુન્હો દાખલ 

મોરબી જિલ્લામાં ચોરી, ચીલ ઝડપ તેમજ મારામારીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ટંકારા-રાજકોટ હાઇવે રોડ પર મીતાણા પાસેના ઓવરબ્રિજ પહેલા રિક્ષામાં બેસી મહિલા જતા હોય તે દરમિયાન રોડ પર એક અજાણ્યો મોટરસાયકલ ચાલક આવી મહિલાના ગળામાંથી સોનાની ચેન ઝુટવીને નાસી ગયો હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પલાસ ગામે રહેતા ધુનાબેન હકાભાઇ ગમારા એ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના પિતાની સી.એન.જી. રીક્ષા રજીસ્ટર નંબર-GJ-36-W-7671 વાળીમા જતા હોય તે દરમ્યાન મિતાણા ઓવર બ્રીજ પાસે રોડ ઉપર ચાલુ રીક્ષાએ આરોપી એક અજાણ્યા મોટર સાઇકલ ચાલકએ ફરીયાદીના ગળામા પહેરેલ સોનાનો ટીલી વાળો આશરે પાંચ તોલાનો હાર હોય જે પૈકી ગળામા પહેરેલ સોનાનો ટીલી હારનો નીચેનો અડધો ભાગ જેમા ચગદા વાળો ભાગ આશરે બે સવા બે તોલા તોલાનો જેની અંદાજીત કિમંત આશરે રૂપિયા- ૧,૨૫, ૦૦૦/-વાળા સોનાના હારને બળજબરીથી ખેચીને ઝુંટવીને આરોપી નાસી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img