મોરબીમાં યુવક પર એક શખ્સનો છરી વડે હુમલો

મોરબી: મોરબીના લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસે યુવકને એક શખ્સે ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી નં -૧૪મા રહેતા મહમદ રફિકભાઈ સેડાત (ઉ.વ.૪૦) એ આરોપી કાદરભાઈ રજાકભાઈ ભટ્ટી રહે. મોરબી વાવડી રોડ ક્રિષ્ના પાન વાળી શેરી મીલન પાર્ક સોસાયટી શેરી નં -૦૧ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦-૦૫-૨૦૨૪ ના રોજ રાતના બારેક વાગ્યાના અરસામાં આરોપીએ ફરીયાદિને ગાળો-ભુડા બોલી ઢીંકા-પાટુનોમુંઢ માર મારી આરોપી પાસે રહેલ છરી વતી ફરીયાદિના માથાની ડાબી સાઈડે કાન ઉપર ત્રણેક છરીના ઘા ફરીયાદિને મારી લોહિયાળ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર મહમદ રફિકભાઈ એ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img