મોરબીના લાતી પ્લોટ શેરી નં-૦૭માં મહાનગરપાલિકાના પાપે ટ્રક ગટરમાં ફસાયો
મોરબી શહેરમાં આવેલ લાતી પ્લોટમાં મહાનગરપાલિકા દ્વારા ગટરો ખોદી રીપેર કરવામાં આવી હતી પરંતુ સ્થિત હાલમાં પણ જેશે કી તેશી ત્યારે લાતી પ્લોટ શેરી નં ૦૭માં ગટરનું પાણી ઉભરાતા વેપારીનો એક ટ્રક કિચડમાં ફસાયો હતો જેના કારણે વેપારીઓ તેમજ લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શું આ દ્રશ્યો જોઈ મ્યુનિસિપલ કમિશ્નરનુ ખુન ખોલશે અને લાતી પ્લોટમાં યોગ્ય કામગીરી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું.

મોરબી લાતી પ્લોટ વિસ્તાર આજે વર્ષોથી દયનીય હાલતમા જોવા મળી રહ્યો છે ચોમાસું હોય શિયાળો હોય કે ઉનાળો ખદબદતી ગંદકી, ગટરોના ઉભરતા પાણી અને ખરાબ રોડ રસ્તાથી વેપારીઓ અને મોરબી શહેરીજનો પરિચિત છે. લાતી પ્લોટ વિસ્તાર આમ પણ રામ ભરોસે છે પ્રાથમિક સુવિધાઓ થી કાયમી વંચિત રહ્યો છે. નેતાઓ માત્ર ચૂંટણી સમયે આ વિસ્તારના નાનામોટા ઉદ્યોગકારોનાં મતો મેળવવા માટે માત્ર આ વિસ્તારમાં ચકરો મારે છે ચુંટણી પત્યા પછી આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે.




