મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને પીસીપીએનડીટી એક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને પીસીપીએનડીટી એક્ટ સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં મોરબી કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા કોઈપણ હોસ્પિટલમાં જાતીય પરીક્ષણ કરવામાં ન આવે તેની તકેદારી રાખવા આરોગ્ય તંત્રને તાકીદ કરવામાં આવી હતી. ઉપરાંત પીએનડીટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ તમામ હોસ્પિટલના ડોક્ટર્સ સાથે સેમિનારનું આયોજન કરવા પણ સુચના આપવામાં આવી હતી.

વધુમાં મોરબી જિલ્લામાં ૧૦૦૦ પુરુષ બાળકોએ ૯૧૫ સ્ત્રી બાળકોનું જન્મ પ્રમાણ છે જે બાબતે યોગ્ય કામગીરી કરવા તથા પીએનડીટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત કરવા પણ સુચના આપવામાં આવી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img