ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે. આજથી બરોબર 45 વર્ષ પહેલા એક પક્ષની સ્થાપના થઇ આજે તે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ચુકી છે. આજે ભાજપના સ્થાપના દિવસને લઈ રાજ્યભરમાં ભાજપ કાર્યકરોએ ઉજવણી કરી હતી.
આ તરફ ભારતીય જનતા પાર્ટી ના 45 માં સ્થાપના દિવસ નિમિત્તે મોરબી જિલ્લા યુવા ભાજપ પુર્વ ઉપપ્રમુખ તથા હાલ બુથ નંબર 172 ઓટાળાના પ્રમુખ બેચરભાઈ ઘોડાસરા દ્વારા પોતાના ઘર પર પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમજ બુથમાં છોકરાઓને ક્રિકેટ રમવા માટેની કીટ અર્પણ કરવામાં આવી તેમજ વાડી વિસ્તારમાં મજુરોના ઝુંપડા પર ભાજપના જંડા લગાવીને બાળકોને વેફર તેમજ આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...