મોરબી: મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લામાં આવેલા આહીર સમાજનાં ગામોમાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા આહીર સમાજનાં વિદ્યાર્થીઓ માટે 1 એપ્રિલ 2024 રોજ સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લામાં આવેલા આહીર સમાજનાં ગામોમાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા આહીર સમાજનાં વિદ્યાર્થીઓ માટે 1 એપ્રિલ 2024 રોજ સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું.જેમાં 425 જેટલાં વિદ્યાર્થીઓએ કસોટીમાં ભાગ લીધો હતો. જેમાંથી 22 વિદ્યાર્થીઓએ પ્રથમ, 23 વિદ્યાર્થીઓએ દ્વિતીય અને 18 વિદ્યાર્થીઓએ તૃતીય એમ કુલ 63 વિદ્યાર્થીઓએ નંબર મેળવ્યા.જેઓને પ્રોત્સાહન રૂપે દાતા તરીકે પ્રો. ડૉ.રામભાઈ વારોતરીયા દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી મયુરભાઈ ગજીયા તેમજ સમગ્ર કારોબારી સભ્યો અને કર્મચારી મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...