જેમાં નવનિર્માણ ક્લાસીસ, મહાજન ચોક ખાતે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણને અને વર્લ્ડ ઇન્બોક્ષ એકેડમી, રવાપર રોડ જ્યાં સ્પર્ધાત્મક તૈયારી કરતાં વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી.
આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે? આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા તે અંગે માર્ગદર્શન આપેલ. તેમજ Fire extinguisher (અગ્નિશામક યંત્ર)નો ઉપયોગ કેવી રીતે કરવો તે પદ્ધતિસર સમજાવ્યું. ત્યારબાદ અગ્નિશામક યંત્રના ઉપયોગનો લાઈવ ડેમો ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ શિક્ષકગણ અને વિધાર્થીઓએ કરેલ.
મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.
ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ શૈક્ષણિક સંકુલ, સોસાયટી, હોસ્પિટલ કે બહુમાળી ઈમારતો માં આવા ફાયર સેફટી જાગૃતિના હેતુસર ફ્રી (નિશુલ્ક) લાઈવ ડેમો અને ટ્રેનિંગ માટે મોરબી જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા (૯૯૭૯૦ ૨૭૫૨૦) તેમજ ફાયર સ્ટેશનનો સંપર્ક કરવો.
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...
અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી એક અત્યંત ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા ઉતરેલા ત્રણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સેફ્ટી સાધનો ન હોવાના કારણે ગૂંગળામણ થતાં બેભાન થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં યોગ્ય સુરક્ષા ઉપકરણોના અભાવે સારવાર દરમિયાન 2 યુવકનું મોત...
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા અતિભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના લીધે રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ખાસ કરીને મુંબઈમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાત (અમદાવાદ અને સૌરાષ્ટ્ર)થી મુંબઈ તરફ જતી શતાબ્દી, હમસફર અને સૌરાષ્ટ્ર મેઈલ જેવી મહત્વની ટ્રેનો આજે...