મોરબીના ગોરખીજડીયા ગામ નજીકથી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામના પાટીયા પાસેથી હાથ બનાવટની મેગ્જીનવાળી પિસ્તોલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામના પાટીયા પાસેથી આરોપી શાહરૂખભાઈ હનીફભાઇ ચાનીયા (ઉ.વ.૨૨) રહે. સો ઓરડી, વરીયા મંદિર પાછળ મોરબીવાળા પાસેથી હાથ બનાવટની મેગ્જીનવાળી પિસ્તોલ હથિયાર નંગ-૦૧ કિં રૂ. ૧૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્‍સ એકટ કલમ-૨૫(૧-બી)(એ) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img