વહિવટી તંત્ર સાથે સંકલનમાં રહી સામાજિક સંસ્થાઓ, મંદિર, ટ્રસ્ટ, એસોસિએશન અને સેવાભાવી લોકોએ સ્થળાંતરિતોને કોઈ અગવડ ન પડવા દીધી
બિપરજોય વાવાઝોડાના પગલે છેલ્લા ચાર-પાંચ દિવસથી મોરબી જિલ્લા વહીવટી તંત્રની સાથે જિલ્લાના તમામ એસોસિએશન્સ, સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો તમામે સંયુક્ત રીતે લોકોના બચાવ અને રાહત માટે અદભુત કામગીરી કરી માનવતાનું એક અનેરૂ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની સાથે મોરબી જિલ્લા ઉપર પણ બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું હતું. આ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ સ્થળાંતરમાં વહીવટી તંત્રને જિલ્લાની સામાજિક સંસ્થાઓ, મંદિર, ટ્રસ્ટ, વિવિધ એસોસિએશન્સ, રાજકીય આગેવાનો તેમજ સેવાભાવી લોકોનો પૂરતો સહયોગ મળી રહ્યો હતો. વિવિધ આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતરિત થયેલા લોકોને કોઈ અગવડતા ન પડે, રહેવા જમવાની પૂરતી સુવિધા મળી રહે તે માટે પણ તમામે સંયુક્ત રીતે કમર કસી આદર્શ કામગીરી કરી છે.
વાવાઝોડાના પગલે છેલ્લા ચાર-પાંચ દિવસથી લોકોની સલામતી, સુરક્ષા અને વ્યવસ્થાઓ માટે તમામ ધારાસભ્યો, સાંસદસભ્યો, જિલ્લામાં આવેલા વિવિધ ટ્રસ્ટ, સામાજિક સંસ્થાઓ, એનજીઓ, સિરામીક, એસોસિએશન અને પેપરમીલ એસોસિએશન જેવા જિલ્લાના તમામ એસોસિએશન્સ અને સેવાભાવી લોકો સેવા યજ્ઞમાં જોડાઈ ગયા હતા. રાત-દિવસ, પવન, વરસાદ કંઈ પણ જોયા વિના આ તમામે લોકોના સ્થળાંતર, તેમના રહેવાની, જમવાની વ્યવસ્થા, આરોગ્ય સેવા અને ટ્રેકટર, ડમ્પર્સ, જેસીબી વગેરે જેવા બચાવ કામગીરી માટેના સાધનો પૂરી પાડવા વગેરે જેવી કામગીરી કરી માનવતા મહેકાવી છે.
મંત્રી કનુભાઈ દેસાઈ અને જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ આભારની લાગણી વ્યકત કરી સૌને વિકટ પરિસ્થિતિમાં વહિવટી તંત્રના સંકલનમાં રહી સેવા કરવા આભિનંદન પાઠવ્યા હતા
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...